રોષ@કેશોદ: અનેક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ ન મળ્યાં હોવાની ઉઠી ફરિયાદો, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
કેશોદ શહેરમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ ન મળ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે.જેમાં લાભાર્થીઓએ 2021માં ઓનલાઇન પ્રક્રિયા કરી હોવા છતાં હજુ સુધી આયુષ્યમાન કાર્ડ ન મળતાં તમામ લાભાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.જે બાદ લાભાર્થીઓને અર્બન હેલ્થ ઓફિસમાં આયુષ્યમાન કાર્ડ પડ્યાં હોવાની માહિતી મળતાં દરેક લાભાર્થીઓ અર્બન હેલ્થ કચેરીએ પહોંચ્યા હતા.
લાભાર્થીઓએ 2021માં ઓનલાઇન પ્રક્રિયા કરી હોવા છતાં આયુષ્યમાન કાર્ડ ન મળતાં રોષ વ્યક્ત કર્યો છે. અર્બન હેલ્થ ઓફિસમાં તપાસ હાથ ધરતા લાભાર્થી સુધી ન પહોંચી શક્યાં હોય તેવા આયુષ્યમાન કાર્ડનો જથ્થો મોટી સંખ્યામાં પડેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે તાલુકા હેલ્થ ઓફિસર એન. જી. ડાભીએ જણાવ્યું કે તાલુકા અને ગ્રામ્ય પંથકમાં આયુષ્યમાન કાર્ડ વિત્તરણ કરવા કેમ્પેઈન ચલાવાયું હતું પરંતુ સરનામું બદલાયું હોય તેમજ ફોન કરવા છતાં લાભાર્થીઓ લેવા આવ્યાં ન હોવાથી આ જથ્થો પડ્યો રહ્યો હતો.