કવાયત@પાટણ: આ તારીખે ખોડલધામનું ખાતમુહૂર્ત, તૈયારીઓને અપાયો આખરી ઓપ

 
Sander

અટલ સમાચાર, ડેસ્ક

ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર ખાતે રૂપિયા 100 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનાર ખોડલધામનું ખાતમુહૂર્ત આગામી 22 ઓક્ટોબરના રોજ યોજાશે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહેશે.

ખાતમુહૂર્તને પગલે પાટણમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, આ ખાતમુહૂર્ત પ્રસંગે અંદાજિત 20 થી 25 હજાર લોકો ઉપસ્થિત રહેશે. અહીં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે જમવાની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે, તો 2000 જેટલા સ્વયંસેવક કાર્યકર્તાઓ દ્વારા વાહન પાર્કિંગ, સ્ટેજ સંચાલન, ભોજનવ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવશે. 

આ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણનું પણ કાર્યકર્મ યોજવામાં આવશે. મહત્ત્વનું છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમા ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.