દુર્ઘટના@ખેડા: ઢોર વચ્ચે આવી જતા 40 મુસાફરો ભરેલી ST બસ પલટી, 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત

 
ST Gujarat

અટલ સમાચાર, ડેસ્ક 

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં એસટી બસને અકસ્માત નદીઓ હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ જે એસટી બસ ઝઘડિયાથી અંબાજી તરફ જઈ રહી હતી. આ દરમ્યાન ડાકોર-કપડવંજ રોડ ઉપર લાભપુરા પાસે એસટી બસની વચ્ચે ઢોર આવી જતા બસ પલટી મારી ગઈ હતી.  જે બાદમાં તાત્કાલિક રાહત બચાવ કામગીરી કર્યા બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર એથે ખસેડાયા હતા. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
ઝઘડિયાથી અંબાજી તરફ જતી એસટી બસને અકસ્માત નદીઓ છે. જેમાં 40 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં 6 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.