બ્રેકિંગ@બેચરાજી: APMCમાં વિઠ્ઠલભાઈ પટેલના દબદબાનો અંત, કિરીટભાઈ દેવગઢની 54 મતથી જીત

 
Kirit Patel

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના બેચરાજીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ બેચરાજી APMCમાં ખેડૂત વિભાગની એક અને વેપારી વિભાગની ખાલી પડેલી એક બેઠક માટે યોજાનાર પેટાચૂંટણી પહેલા ખેડૂત વિભાગની બેઠકે તો બિનહરીફ થઈ હતી. જોકે વેપારી વિભાગની બેઠક માટે 88 વર્ષની ઉંમરના ભાજપના જ સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપે અહીં દેવગઢના કિરીટ પટેલને મેન્ડેડ આપ્યું હોઇ તેમણે પણ ફોર્મ ભર્યું હતું. જે બાદમાં ચૂંટણીને અંતે આજે કિરીટ પટેલનો ભવ્ય વિજય થયો છે. 

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીની APMCમાં ખાલી પડેલ બે બેઠક માટે તા. 29 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી. આ પહેલા એક બેઠક એટલે કે ખેડૂત વિભાગની બેઠકે તો બિનહરીફ થઈ હતી. આ તરફ અહીં ભાજપના મેન્ડેટવાળા સામાજિક કાર્યકર અને યુવાનેતા કિરીટભાઈ પટેલ દેવગઢની સામે ભાજપના જ 88 વર્ષીય અને ભાજપના વર્ષો જૂના કાર્યકર વિઠ્ઠલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જોકે આજે પરિણામને અંતે યુવા નેતા કિરીટભાઈ પટેલનો વિજય થયો છે. 

મહત્વનું છે કે, બેચરાજી APMCમાં વિઠ્ઠલભાઈ પટેલના દબદબાનો અંત આવ્યો છે. બેચરાજી APMC પેટા ચૂંટણીમાં વિઠ્ઠલભાઈ પટેલની હાર થઈ હોવાનુ સામે આવ્યું છે. મહત્વનું છે કે, ભાજપના મેન્ડેટ ધરાવતા કિરીટભાઈ પટેલ (દેવગઢ) ને 158 મત મળ્યા તો વિઠ્ઠલભાઈ પટેલને 104 મત મળ્યા હતા. જેથી 54 મતથી કિરીટ પટેલનો વિજય થયો હતો. મહત્વનું છે કે, સ્થાપના કાળથી બેચરાજી APMCમાં વિઠ્ઠલભાઈ પટેલનો દબદબો હતો. 

 

સૂત્રોએ જણાવ્યું છે કે, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા વિઠ્ઠલભાઈ પટેલને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હું તો ભાજપનો દીવો બળે ત્યારનો ભાજપમાં છું અને ભાજપમાં રહીશ. પક્ષમાંથી સસ્પેન્ડ થયેલ વિઠ્ઠલભાઈ પટેલે 269માંથી 180 મતદારો તેમની સાથે હોવાનો દાવો કર્યો હતો. આ તરફયુવાનેતા કિરીટભાઈ પટેલે 30મીએ પોતાના તરફી પરિણામ આવશે તેવો દાવો કર્યો હતો. જોકે યુવા નેતા કિરીટભાઈ પટેલની જીત થતાં તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.