રિપોર્ટ@ગુજરાત: ઠંડી વધશે કે ઘટશે ? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી ?

 
IMD Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ મોટાભાગના શહેરમાં લોકો હાડ થજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વધશે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડી વધવાની વકી છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

હાલ રાજ્યમાં ઠંડીએ ફરી એકવાર જોર પકડ્યું છે. વહેલી સવારે લોકો પવન સાથે કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ ઠંડીનો ચમકારો વર્તાશે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થઈ શકે છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન તામપાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જો કે, ત્યાર બાદ ગરમીનો લોકો અનુભવ કરી શકે છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નોંધાઈ રહ્યું છે.

ગત રાત્રિએ ઠંડીના ચમકારામાં વધારો અનુભવાયો હતો. પવનની ગતિ વધતા ઠંડીનો ચમકારો પણ વધ્યો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 14થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં 28.8 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે નલિયાની વાત કરીએ તો ગત રાત્રિએ 9.3 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.