હવામાન@ગુજરાત: જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું ? અંબાલાલે આપ્યા સારા સંકેત

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે ચોમાસા અંગે સારા સંકેતો આપ્યા છે. તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા ચિહ્નો દેખાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.  

અંબાલાલ પટેલ જણાવે છે કે, સવારના સમયે આકાશમાં વાદળો છવાયેલા રહેતા હોય છે અને તે પછી બપોરે તે ગાયબ થઈ જાય છે, આ પ્રક્રિયાઓની સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી પણ શરુ થવામાં હોવાનું તેઓ જણાવી રહ્યા છે. લગભગ મહિનો-સવા મહિના જેટલો સમય ચાલતી હોય છે. આ પછી વાદળો સ્થિર થાય છે અને વરસાદ લઈને આવે છે. 

શનિવારે તેમણે આગાહી કરીને જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને તે મહિનો-સવા મહિના સુધી ચાલ્યા બાદ વરસાદની શરુઆત થશે. રાજ્યમાં ચોમાસાની શરુઆત જૂનની 15 તારીખની આસપાસ થઈ શકે છે. 15-30 જૂનમાં ચમાસું શરુ થશે. હાલ ચોમાસાના ચિહ્નો સાનુકૂળ બતાવી રહ્યા છે. પક્ષીઓનો અવાજ, વૃક્ષોની તાજી કૂંપળો ફૂટી છે, જીવજંતુઓની ચેષ્ટા વગેરે બાબતોને તેમણે આગાહી ધ્યાનમાં લીધી છે.

અંબાલાલ જણાવે છે કે, હવામાનમાં ધીમે-ધીમે ભેજનું પ્રમાણ વધશે અને વાદળો સ્થિર થયા બાદ ચોમાસાની શરુઆત થશે, હાલ ચોમાસાના ચિહ્નો સારા જણાઈ રહ્યા છે. જોકે, ચોમાસાની શરુઆત પહેલા આંધી-વંટોળ આવવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. ચોમાસા પહેલાના જે ચિહ્નો દેખાય છે તે સાનુકૂળ જણાઈ રહ્યા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે.