રિપોર્ટ@ગુજરાત: જાણો કેમ ઉનાળામાં પણ પડી રહ્યો છે વરસાદ ? ઋતુઓની પેર્ટન બદલાઈ

 
Summer Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઋતુની પેટર્ન બદલી નાખી હોય તેવું લાગી રહ્યું છે. શિયાળામાં જાન્યુઆરીથી લઈ ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતી હોય છે. જેના કારણે કોલ્ડ વેવ આવે છે. પરંતુ ચાલુ વર્ષે તો એપ્રિલ પુરો થયો તેમ છતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ બંધ થવાનું નામ લેતી નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. પરંતુ 1 મેના ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. જેના કારણે પણ કમોસમી વરસાદ થશે.

રાજ્યના વાતાવરણમાં રોજે-રોજ ફેરફાર જોવા મળે છે. લોકો વિચારી રહ્યા છે કે, શું ઋતુઓની પેર્ટન બદલાઇ રહી છે. કારણે ફેબ્રુઆરીમાં ઠંડી પડવી જોઈએ, પરંતુ 50 વર્ષનો રેકોર્ડ મહત્તમ તાપમાને તોડી દીધો હતો અને હિટવેવની આગાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉનાળો શરુ થયો, પરંતુ ઉનાળા શરુ થયો ત્યારથી લઈ એપ્રિલ પુરો થયો ત્યાં સુધીમાં વાંરવાર તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા અને કમોસમી વરસાદ થયો છે.

આ તરફ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ બનતી નથી. માર્ચ પહેલા એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે. જેના કારણે કોલ્ડ વેવ રહે છે. પરંતુ ઉનાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો ઉત્તર ગુજરાત, કચ્છ પર ભેજ આવે છે અને થંડર સ્ટોમ એક્ટિવિટી કારણે કમોસમી વરસાદ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વરસાદ હોય છે તો સાંજના સમયે થંડર સ્ટોમ એક્ટિવિટી થતી હોય છે. પરંતુ વહેલી સવારે થંડર સ્ટોમ એકિટવિટી જોવા મળતી નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે પણ થંડર સ્ટોમ એક્ટિવિટી જોવા મળી રહી છે.