દુ:ખદ@ધોરાજી: ભાદર-2 ડેમના દરવાજાનું સમારકામ કરતા મજૂરનું હાર્ટ એટેકથી મોત

 
Heart Attack

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. ધોરાજીમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. ભાદર-2 ડેમના દરવાજાનું સમારકામ કરતા મજૂરને એટેક આવ્યો હતો.

ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઇ સોનકાર (ઉ.વ.28) પરપ્રાંતિય શ્રમિક ભાદર-2 ડેમના દરવાજાનું સમારકામ કરતો હતો. આ દરમિયાન તે અચાનક ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પછી ડૉક્ટરે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કારણ જણાવ્યું હતું. દિવસેને દિવસે નાની વયના યુવાનોમાં સતત હાર્ટ એટેકના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે.