આનંદો@સુરત: હર્ષ સંઘવીના હસ્તે 20 નવી ST બસોનું લોકાર્પણ, મંત્રી-મેયર સહિતનાએ મુસાફરી પણ કરી

 
Harsh Sanghvi

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે આજ રોજ સુરતના અડાજણ ડેપો ખાતે સુરત એસટી વિભાગની 20 જેટલી નવી બસોનું લોકાર્પણ કરી મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો. મંત્રી હર્ષ સંઘવી અને દર્શના જરદોશ તેમજ મેયર સહિતના મહાનુભાવોએ નવી સરકારી બસમાં મુસાફરીનો આનંદ માણ્યો હતો. આ સાથે જ લોકલ ફોર ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા ફૂટપાથ પર વેચાણ થતાં દિવડાઓની ખરીદી કરી ડિજિટલ પેમેન્ટ કર્યું હતું.

સુરત એસટી વિભાગની સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. દિવાળીના સમયે મુસાફરોની સુવિધામાં વધારો થાય તે આશ્રયથી વધારાની 20 જેટલી બસોનો આજથી રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતના અડાજણ સ્થિત ડેપો ખાતેથી બંને મંત્રીઓ સહિતના મહાનુભાવો દ્વારા નવ નિર્મિત 20 જેટલી બસોનું પૂજાવિધિ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બસોને ફ્લેગ આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. નવી બસોની શરૂઆત થતાં મુસાફરોની સુવિધામાં પણ વધારો થયો છે. હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી દર્શના જરદોષ, સુરત મેયર દક્ષેશ માવાણી સહિત અન્ય પદાધિકારી અને એસટી વિભાગના નિયામક અધિકારીઓ દ્વારા નવનિર્મિત સરકારી બસમાં મુસાફરી કરવાનો આણંદ માણ્યો હતો.

બીજી તરફ લોકલ ફોર ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરવા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ દર્શના જરદોશે અડાજણ પાટિયા ખાતે બસમાંથી ઊતરી ફૂટપાથ પર વેચાણ થતા દીવડાઓની ખરીદી કરી હતી. એટલું નહીં જ નહીં મંત્રી હર્ષ સંઘવીએ દીવડાની ખરીદીનું પેમેન્ટ પણ ડિજિટલ રીતે કર્યું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિચારોને આગળ વધારતા નાના મોટા વર્ગના તમામ વેપારી અને તેમના પરિવારોની દિવાળી ખુશ મંગલ નિવડે તે માટે દિવાળીની સામગ્રીની ખરીદી કરવામાં આવી રહી છે.