રજૂઆત@સુરત: સિવિલમાં ઈન્જેક્શનનો જથ્થો ન હોવાથી કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના ભાજપના દબંગ મનાતા ધારાસભ્યએ ફરીથી સરકારની ઉપણ મુદ્દે અકળામણ વ્યક્ત કરી છે. વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કુનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાના દર્દીઓને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી છે. ધારાસભ્ય લખ્યું છે કે, ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ન હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. હિમોફિલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે પત્ર લખવામાં આવ્યો છે. હિમોફિલિયાના દર્દીને અપાતા ઇન્જેક્શનનો જથ્થો સુરતની નવી સિવિલ પાસે પૂરતા પ્રમાણમાં ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધારાસભ્યએ પત્રમાં લખ્યું કે, સુરત સિવિલમાં 550 જેટલા દર્દી હીમોફીલિયાના દર્દી નોંધાયા છે. પ્રતિદિન 30થી 35 દર્દી સારવાર લેવા આવે છે. આ દર્દીઓને ઇન્જેક્શન જથ્થો ન હોવાથી મળી શકતા નથી. જો દર્દીને સમયસર ઇન્જેક્શન ન મળે તો દર્દીને કોઈ અંગમાં ખામી અથવા તો તેનું મૃત્યુ પણ થઈ શકતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવા માટે આરોગ્ય મંત્રીને ધારાસભ્ય કુમાર કાનાણીએ ભલામણ કરી છે.