કાર્યવાહી@પાલનપુર: જીવદયા પ્રેમીઓએ ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપી, પશુઓને પાંજરાપોળમાં સોંપાયા
Aug 28, 2023, 14:04 IST
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ છે. વિગતો મુજબ ડીસાના જીવદયા પ્રેમીઓને રસાણા પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક જઈ રહી હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળ્યા બાદ જીવદયા પ્રેમીઓએ ટ્રકનો પીછો કર્યો હતો. પાલનપુરના એરોમા સર્કલ પાસે ટ્રકને ઝડપી પાડી હતી.
પાલનપુરના એરોમા સર્કલ પાસે પકડાયેલ ટ્રકમાં 147 ઘેટા-બકરા ભરેલા હતા. આ ટ્રકને જીવદયા પ્રેમીઓએ પાલનપુર શહેરના પશ્ચિમના પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં ફરિયાદ બાદ બચાવી લેવાયેલા ઘેટા-બકરાઓને ડીસાની પાંજરાપોળને સોંપ્યા હતા.