નિર્ણય@સૌરાષ્ટ્ર: સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ, આજથી પ્રવાસીઓ માટે સિંહ દર્શનની શરૂઆત

 
Sasangir

અટલ સમાચાર, ડેસ્ક

ચોમાસાની સિઝન પૂર્ણ થતા હવે સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ થયુ છે. આજથી સાસણમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શનની શરૂઆત થઈ છે. ગત 16 જુનથી 15 ઓક્ટોબર સુધીના ચાર મહિના સાસણ ગીર બંધ રહ્યું હતુ. અને સાસણના ડીસીએફ ડૉકટર મોહનરામ રામે જંગલ સફારીની પહેલી ટ્રીપને લીલીઝંડી બતાવી સિંહ દર્શનની શરૂઆત કરાવી હતી.

પ્રવાસીઓની સુવિધા હેતુ ચાલુ આ સિઝનથી 100 નવી જીપ્સી વાન પણ કાર્યરત કરવામાં આવી. સાસણગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ માટે અધિકૃત વેબસાઈટ પરથી પ્રવાસીઓ બુકિંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનું સાસણગીર સિંહ દર્શન માટે પ્રખ્યાત છે.નોઁધનીય છે કે ગત સિઝનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી હતી, સાથે સાથે જંગલ સફારીની પણ મજા માણી હતી.