હડકંપ@પંચમહાલ: કાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિકો દ્વારા તાળાબંધી, લગાવ્યો ગંભીર આક્ષેપ

 
Kalol

અટલ સમાચાર, ડેસ્ક

કાલોલ તાલુકામાં આવેલાં રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર ન આપવાના કારણે સ્થાનિક લોકો દ્વારા આજે તાળાબંધી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગામોમાંથી આવતા ગ્રામીણ દર્દીઓને ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવતી નથી. 

પંચમહાલની કાલોલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાળાબંધીને લઈ હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહિ મળતા દર્દીઓને સારવાર માટે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ઘણી વખત રેફરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવે છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના ત્રાસથી કંટાળી આજે સ્થાનિક લોકોએ આજે કાલોલ રેફરલ હોસ્પિટલમાં તાળાબંધી કરી હતી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું કે, ફરજ પરના ડોકટર કોઈના કોઈ કારણોસર રજા ઉપર છે.