ધાર્મિક@અંબાજી: ચાચરચોકમાં ખેલૈયાઓની લાંબી લાઈનો, બીજા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

 
Ambaji Navratri 2023

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર ગુજરાતમાં જ્યારે નવરાત્રીનો પર્વ ચાલુ છે ત્યારે માં અંબા ધામ અંબાજીમાં નવરાત્રીના બીજા નોરતે અંબાજી મંદિર ભક્તોથી છલકાઈ ગયું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ અને નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીના નવ દિવસે અલગ અલગ ગુજરાતી કલાકારો આવતા હોય છે.

અંબાજીમાં નવરાત્રી દરમ્યાન લોકોની ભારે ભીડ જોવા મળી હતી, તો મંદિરનો ચાચર ચોક બીજા નોરતે ભક્તોથી છલકાઈ ગયો હતો. સમગ્ર મંદિરમા માંના ગરબા ગાવા માટે મંદિરમાં ખેલૈયાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. અંબાજીમાં બહેળી સંખ્યામાં લોકોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે ભક્તિમય માહોલ વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝુમ્યા હતા.