બ્રેકિંગ@વડોદરા: પરિવારના 6 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત, બાળકી સહિત 3ના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે આજે વડોદરામાં એક પરિવારના છ સભ્યોએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજે બપોરના સમયે એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક બાળકી સહિત ત્રણ વ્યક્તિનો મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે તાત્કાલિક દોડી જઇ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે અને અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વડોદરા શહેરનાસમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક પરિવારે અગમ્ય કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં 1 બાળકી અને 2 પુરૂષના મોત થયા છે. આ તરફ જ્યારે 1 પુરૂષ અને 2 મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આત્મહત્યા કરવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યુ.
ઘરના મોભીએ સહિત 6 સભ્યોના આપઘાતના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં એક નાની બાળકી અને બે પુરૂષોના મોત થયા છે. ઇમરન્જલી 108 ઘટના સ્થળે પહોંચી છે. 3 મૃતકોના મૃતદેહની તપાસ કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જ્યારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર પરિવારે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. મૃતકોની પાસેથી દવાની બોટલ મળી આવી છે. જ્યારે આ પરિવારના લોકો દવા ક્યાંથી લાવ્યા હતા, જેવા તમામ પાસા અંગે તપાસ થશે.