છોટાઉદેપુરઃ ઝેરી તાડી પીધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના મોત
છોટાઉદેપુરઃ ઝેરી તાડી પીધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

છોટાઉદેપુરમાં ક્વાંટ તાલુકાના સિહાદા ગામે એક ગંભીર ઘટના બની છે. તાડી પીધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે એક મહિલાની સ્થિતિ ગંભીર છે. એક જ પરિવારના પતિ-પત્ની અને બે પુત્રોના મોત થયા છે. માહિતી અનુસાર આ પરિવારે મધમાખીઓને મારવા માટે ઝેરી દવા ઝાડ પર નાખી હતી અને ત્યારબાદ દવા તાડીમાં મિશ્રિત થઈ જતા તાડી પણ ઝેરી બની ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિહાદા ગામમાં તાડી પીધા બાદ સોમવારે રાત્રે એક  પરિવારના પાંચ સભ્યોની તબીયત ખરાબ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન પતિ-પત્ની અને બે પુત્રોના મોત થયા છે. જ્યારે એક મહિલાની સ્થિતિ હજુ ગંભીર છે.

ઘટનાની જાણ થયા બાદ પોલીસ પણ પહોંચી હતી. હાલ પોલીસે ચારેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.