ક્રાઇમ@દાહોદઃ સાવધાન ઇન્ડિયા’ જોઇ 3 કિશોરે 19 વર્ષના યુવકની હત્યા કરી, અંતે ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક દાહોદના નાના ડબગરવાડના 19 વર્ષીય જગદીશ દેવડાએ દાહોદ જ 17 વર્ષીય કિશોરને છેલ્લા આઠ મહિનામાં 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતાં. વ્યાજ સાથે એક લાખ રૂપિયા થઇ ગયા હોવાનું કહી જગદીશ ઉઘરાણી કરતો હતો. આ ઉઘરાણીના રૂપિયા ન આપવા પડે તે માટે 17 વર્ષીય કિશોરે જગદીશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કિશોરે તેના
 
ક્રાઇમ@દાહોદઃ સાવધાન ઇન્ડિયા’ જોઇ 3 કિશોરે 19 વર્ષના યુવકની હત્યા કરી, અંતે ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદના નાના ડબગરવાડના 19 વર્ષીય જગદીશ દેવડાએ દાહોદ જ 17 વર્ષીય કિશોરને છેલ્લા આઠ મહિનામાં 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતાં. વ્યાજ સાથે એક લાખ રૂપિયા થઇ ગયા હોવાનું કહી જગદીશ ઉઘરાણી કરતો હતો. આ ઉઘરાણીના રૂપિયા ન આપવા પડે તે માટે 17 વર્ષીય કિશોરે જગદીશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કિશોરે તેના 14 અને 15 વર્ષના બે મિત્રોને સાથે લીધા હતાં. કાવતરા પ્રમાણે અઠવાડિયા પહેલા જ કિશોરે હાઇવેના ડિવાઇડર વચ્ચે નાની તલવાર સંતાડીને મૂકી દીધી હતી. આ પછી ગત 22મીએ રાત્રે જગદીશને કિશોરે વ્યાજના 2 હજાર આપવા ઇન્દોર રોડ સ્થિત પોલીસ ચોકી નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જગદીશ આવતા હાઈવે પર સોનુ દાટ્યાનું જણાવી કિશોરે હથોડી લઈ આવવાનું કહ્યું હતું. આથી જગદીશ તે પ્રમાણે રાતે 10 વાગ્યે પોલીસ ચોકી પાસે આવતાં તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ આ પછી તેઓ ચા પીવા ગયા હતા. દરમિયાન કિશોરના અન્ય બે મિત્રો પણ આવી ગયા હતા. આ સમયે 17 વર્ષીય કિશોરે લઘુશંકાનું બહાનું કાઢી નાની સારસી પાસે રોકાયા હતા. તેમજ ડિવાઇડર પાસે સોનુ દાટ્યું હોવાનું જણાવ્યું હતું.

અહીં તકનો લાભ લઈ જગદીશની હથોડીથી જ તેના માથામાં ઘા મારી દીધા હતા. તેમજ નાની તલવારથી જગદીશનું ગળું કાપી નાંખ્યું હતું. આ પછી જગદીશની લાશને પેટ્રોલ છાંટી હળી ચાંપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કિશોરે ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા જગદીશ પાસેથી કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, પૈસા પરત ન આપી શકતા જગદીશની હત્યા કરી હતી. ‘સાવધાન ઇન્ડિયા’ પરથી આઇડિયા લઈને જગદીશની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ કિશોરે જગદીશનું પર્સ કાઢી લીધું હતું. તેમાંથી દોઢસો રૂપિયા નીકળ્યા હતાં. આ પૈસાથી જ હોટલ બાલાજી નજીકથી પાણીની ચાર બોટલ ખરીદી લોહીવાળા હાથ અને મોઢું ધોઇ નાખ્યુ હતું. આ પછી માચીસ ખરીદ્યું હતું અને 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદી ઘટના સ્થળે જઇ જગદીશના મૃતદેહને આગ ચાંપી દીધી હતી.