બનાવ@અમદાવાદઃ યુવકે લગનની લાલચ આપી યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
બનાવ@અમદાવાદઃ યુવકે લગનની લાલચ આપી યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

અલગ અલગ મેટ્રો મોનિયલ સાઈટ પરથી જીવન સાથી શોધતી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી મેટ્રોમોનિયલ સાઈટ પર એક યુવકના સંપર્કમાં આવી હતી. જોકે બંને વચ્ચેની વાતચીત દરમિયાન લગ્ન માટે તૈયાર થયા હતા. પરંતુ આ યુવકે પોતાની ખોટી પ્રોફાઈલ આપીને યુવતી પાસે અલગ અલગ બહાના હેઠળ 13 લાખ 26 હજાર પડાવી લીધા છે.

નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગત એપ્રિલ મહિનામાં મેટ્રો મોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જેમાં 11 મે 2021ના દિવસે તે આરવ યશ આચાર્ય નામના યુવકના સંપર્કમાં આવી હતી. બન્ને એક બીજા સાથે સંપર્ક નંબરની આપ લે કર્યા બાદ વાતચીત કરતા હતા. જેણે પોતે યુ.કે. માં રહેતો હોવાનું સમાજ યુનાઈટેડ નેશનના પિશ મિશનમાં યમન દેશ ખાતે ઓર્થોપેડીક સર્જન તરીકે ફરજ આપતો હોવાનું જણાવ્યું હતું. પોતે યુકે દેશનો નાગરિક હોવાનો વિશ્વાસ આવે તે માટે તેણે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ અને UNO કંપનીમાં નોકરી કરતો હોવાનું આઇ કાર્ડ પણ મોકલી આપ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, જ્યારે તેના પિતા તરીકે યશ આચાર્ય નામના વ્યક્તિ સાથે પણ વાત કરાવી હતી. જેણે બંનેને લગ્ન માટેની પરમિશન આપી હતી. જોકે તેઓ યુ.કે. હોવાથી આરવ યમનથી તેની નોકરીનો કોન્ટ્રાક્ટ અધવચ્ચેથી છોડીને વાયા તુર્કી થઈને યુકે જશે અને ત્યાંથી તેના પિતાને લઈને ભારત આવશે તેવી વાત ફરિયાદી યુવતીને કરી હતી. જ્યારે તે યુકે આવવા નીકળ્યો ત્યારે તુર્કી એરપોર્ટ ઓથોરિટીએ તેને મની લોન્ડરિંગ કેસમાં પકડ્યો છે અને રૂપિયા 7.50 લાખ આપે તો તેને છોડશે તેઓ ફોન ફરિયાદીને કર્યો હતો. જેથી ફરિયાદીએ ધ્વનિ શ્રીવાસ્તવનાં ખાતાંમાં રૂપિયા મોકલી આપ્યા હતા. 14મી જુલાઇએ દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફિસર તરીકેની ઓળખ આપીને યાના ગુપ્તા નામની મહિલાનો ફોન આવ્યો હતો અને તેણે પણ જો રૂપિયા 75 હજાર ભરશે તો એરપોર્ટ પરથી આરવને છોડવામાં આવશે તેવી વાત કરી હતી. પરંતુ ફરિયાદીને શંકા જતા તેમણે રૃપિયા મોકલાવ્યા ન હતા.