બનાવ@અમદાવાદઃ એક્ટિવા શીખવાડવાના બહાને ઇસમે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો
બનાવ@અમદાવાદઃ એક્ટિવા શીખવાડવાના બહાને ઇસમે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અટલ સમાચાર, ડેસ્ક

પતિથી અલગ રહેતી મહિલાએ એક વ્યક્તિ સાથે મિત્રતા કરી પણ આ પાપીનું પાપ મહિલાની દીકરીને ભોગવવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. પતિ સાથે બનતું ન હોવાથી એક મહિલાએ અન્ય એક વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. મિત્રતા કર્યા બાદ આ વ્યક્તિની અવર જવર આ મહિલાના ઘરે થતી હતી. બાદમાં સંબંધો કેળવીને આ મહિલાના મિત્રએ તેની જ 14 વર્ષની દીકરીને એક્ટિવા શીખવાડવાના બહાને લઈ ગયો હતો. બાદમાં મકરબા ખાતે એક મકાનમાં લઈ જઈ ત્યાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર હકીકતની જાણ સગીરાએ તેની માતા ને કરતા સરખેજમાં ફરીયાદ નોંધાવતા હવે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી 36 વર્ષીય મહિલા એક 14 વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. તે આ વિસ્તારમાં જ સિલાઈને લગતું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે. મહિલાને ઘોડાસરમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહેતા કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી. જેથી આ કેતન મહિલાના ઘરમાં અવર જવર કરતો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મકરબા ગામમાં એક મકાનમાં લઈ જઇ આ મકાન બંધ કરી સગીરા સાથે શારીરિક સંભોગ કર્યો હતો. બાદમાં જણાવ્યું કે, તારી મમ્મીને આ વાત કરતી નહિ. જેથી મહિલા તેની પુત્રીને સારવાર માટે એક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજીબાજુ સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે 36 વર્ષના આરોપી કેતન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી મેડિકલ કરાવી તપાસ શરૂ કરી છે.