ઘટના@દાહોદ: ARTO દ્રારા ટ્રક રોકાવી ચાલકને માર માર્યાનો ચોંકાવનારો આક્ષેપ
અટલ સમાચાર, દાહોદ
કોરોના મહામારી વચ્ચે આજે દાહોદમાં ARTO અને ટ્રક ચાલક વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ટ્રક ચાલકે ટ્રકના રોકતાં ARTOએ ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ટ્રકચાલકે નેશનલ હાઇવે પર ટ્રક રોડ વચ્ચે આડી કરી દેતાં ઘડીભર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ ARTOના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ટ્રક ઉભી રાખવાનું કહેતાં ચાલકે ટ્રક ઉપર ચડાવી દેવાની કોશિષ કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દાહોદમાં આજે સવારે નેશનલ હાઇવે પર ચેકિંગમાં ઉભા રહેલાં ARTO અને ટ્રક ચાલક વચ્ચે માથાકૂટની ઘટના સામે આવી છે. આજે સવારે નેશનલ હાઇવે પરથી પસાર થતાં ટ્રકચાલકને ARTO દ્રારા રોકવામાં આવ્યો હતો. આ તરફ ટ્રકચાલકે ટ્રક ભગાડી મુકતાં ARTOએ ચાલકને માર માર્યો હોવાનો આક્ષેપ ટ્રકચાલકે કર્યો છે.
સમગ્ર મામલે ટ્રકચાલક પકારામે જણાવ્યુ છે કે, હું મોરબીથી ટ્રક લઇ આવી રહ્યો હતો ત્યારે દાહોદ નેશનલ હાઇવે પર ટ્રક રોકાવી ARTO દ્રારા બેલ્ટ નિકાળી મારવાની ધમકી આપી લાફો માર્યો હતો. આ તરફ ARTOના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ટ્રક ચાલક બેફામ બની સરકારી વાહન ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતો હોઇ કાર્યવાહી કરવામાં આવતાં આક્ષેપ કરી રહ્યો છે.