બિગબ્રેકિંગ@કચ્છ: ફરી એકવાર 3.7ની તીવ્રતાના આંચકાથી ધરતી ધણધણી ઉઠી

 
Bhukamp

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે શનિવારે બપોરે કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવાા મળી રહ્યો છે. આજે બપોરે 1.51 વાગ્યે 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે કચ્છના દુધઈથી 25 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

મહત્વનું છે કે, ગઇકાલે મોડીરાતે સુરતમાં 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આવી ભૂકંપના આંચકા ચૂક્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. 11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.