શિક્ષણ@મહેસાણા: નવરાત્રી પૂર્ણ થતાં જ આવતીકાલથી ધો.9 થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષા, જાણો ક્યારે પૂર્ણ થશે ?

અટલ સમાચાર, મહેસાણા
રાજ્યમાં નવરાત્રી પૂર્ણ થયા બાદ હવે પરીક્ષાઓ શરૂ થવાની છે. મહેસાણા જિલ્લામાં નવરાત્રી બાદ હવે આગામી તા. 7મીને શુક્રવારથી તમામ 382 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 94,957 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જોકે પ્રથમ વાર્ષિક પરીક્ષા દિવાળીના તહેવારો શરૂ થાય તે પહેલાં 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે તેવું સામે આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓના ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ નવરાત્રી બાદ હવે પરીક્ષાની તૈયારીમાં લાગશે. પરીક્ષાનો કાર્યક્રમ મહેસાણા, બલોલ, ઊંઝા, વડનગર, ખેરાલુ અને સતલાસણાને સ્પર્શતા સાંદિપની, વાલ્મિકી, વેદવ્યાસ, અત્રી શાળા વિકાસ સંકુલો દ્વારા વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓને આપી દેવાયો છે. કડી અને વિજાપુરના શાળા વિકાસ સંકુલ દ્વારા પણ આ સમયગાળામાં પ્રથમ વાર્ષિક પરીક્ષા લેવાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પરિક્ષામાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને બે કલાકમાં 50 ગુણ આધારીત પ્રશ્નપત્ર રહેશે. જ્યારે ધોરણ 10માં 80 ગુણ અને 12ના વિદ્યાર્થીઓને 100 ગુણ આધારીત પ્રશ્નપત્રમાં ત્રણ કલાકનો સમય નક્કી કરાયો છે. ધોરણ 10 અને 11માં કમ્પ્યુટરના પ્રશ્નપત્રો 50 ગુણના રહેશે. ધો.10માં શારિરીક શિક્ષણનું પ્રશ્નપત્ર 50 ગુણનું રહેશે