બ્રેકિંગ@મહેસાણા: તરભ વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા 5.32 કરોડની ગ્રાન્ટની ફાળવણી

 
Tarabh 01

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના પ્રાચીન મંદિરના વિકાસ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે.  રાજ્ય સરકાર દ્વારા તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. રબારી સમાજ સહીત અઢારેય વર્ણના આસ્થાના પ્રતિક એવા 900 વર્ષ જૂના મંદિરનો જિણોદ્વાર કરવામાં આવશે. મંદિરના વિકાસ અને જિણોદ્વાર માટે રૂ.5.32 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. જ્યાં મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવન ભુમિમાં પ્રથમ રબારી સમાજની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે વાળીનાથ મંદિર રબારી સમાજની ધર્મગુરૂનું ગાદી સ્થાન છે અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજનિય ગણે છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જગ્યાના વિકાસ માટે સરકાર દ્વારા 5.32 કરોડની રકમ ફાળવવામાં આવતા સમાજ આગેવાનોએ આ નિર્ણયને આવકર્યો હતો. વધુમાં આગામી સમયમાં અહી રોડ, યાત્રી સુવિધા શેડ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવશે.