મહેસાણાઃ 17 વર્ષની કિશોરીને ગોઝારીયા ખાતે રહેતા શખ્સે લગ્નની લાલચ આપી ભગાડી ગયો
લવ

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં છાસવારે સગીરા અને યુવતીઓને લગ્નની લોભામણી લાલચો આપી કેટલાક અસામાજિક તત્વો ભગાડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણા તાલુકાના એક ગામથી સામે આવી છે. જ્યાં એક કિશોરીને એક શખ્સે લગ્નની લાલચ આપી ભગાડી જતા પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે.


 
મહેસાણા તાલુકાના એક ગામની 17 વર્ષની કિશોરીને ગોઝારીયા ખાતે રહેતા શખ્સે લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. કિશોરીના ભાગ્ય બાદ પરિવાર આસપાસ પડોશીઓમાં તપાસ કરી પણ બે દિવસ વીત્યા છતાં દીકરીની ભાળ ન મળતા આખરે આજે લાઘણાજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.