મહેસાણા: આખા ગુજરાતમાં વિદેશી દારૂ પૂરો પાડતો અને વોટ્સએપ કોલથી દારૂનો વેપાર કરતો બુટલેગર ઝડપાયો

અટલ સમાચાર, ડેસ્ક
કડીમાં આખા ગુજરાતમાં વિદેશી દારૂ પૂરો પાડતા એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આબુરોડના બુટલેગર આસુ અગ્રવાલ ઝડપી લીધી છે. મહેસાણા પોલીસ વડાએ કડક વલણ અપનાવી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આસુ અગ્રવાલ રાજસ્થાનથી આખા રાજ્યમાં દારૂ પૂરો પાડતો હતો. રિપોર્ટ પ્રમાણે આસુ અગ્રવાલ સામે એકલા મહેસાણા જિલ્લામાં જ 26 જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસના હાથ ઝડપાય ન જવાય તે માટે આસુ અગ્રવાલ વોટ્સએપ કોલથી દારૂનો વેપાર કરતો હતો.
ગુજરાતમાં ઝેરી કેમિકલકાંડમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન ભાવનગર પોલીસે હૉસ્પિટલમાં સારવાર બાદ ભાગી ગયેલા 13 દર્દીમાંથી પાંચ દર્દીને શોધી કાઢ્યા છે. તમામ લોકોને શોધીને ફરીથી હોસ્પિટલ લાવ્યા છે. સારવાર દરમિયાન આ દર્દીઓ ગઈકાલે કોઈને કહ્યા વગર ફરાર થઈ ગયા હતા. પાંચેય દર્દીની તપાસ બાદ જો જરૂરી જણાશે તો તેમની ફરીથી સારવાર શરૂ કરવામાં આવશે.
બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ચાર યુવક દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે નાના બાળકનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણીમાં દારૂની મહેફીલ માણી હોવાનું ધરપકડ કરવામાં આવેલા યુવકે જણાવ્યું છે.