મહેસાણા: જુવેનાઈલ જસ્ટિસ એક્ટના અમલીકરણ અંગે ક્ષમતા વર્ધન તાલીમ કાર્યક્રમ યોજાયો
MSN 02

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણા જિલ્લામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015ના અમલીકરણ માળખા સાથે સંકળાયેલ અધિકારી-કર્મચારીઓનો એક દિવસીય ક્ષમતા વર્ધન તાલીમ કાર્યક્રમ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 તથા પોક્સો એક્ટ 2012 જેવા બાળકોને લગતા સંવેદનશીલ કાયદાઓમાં અમલીકરણમાં કેવી બાબતો ધ્યાને રાખવી તેની જાણકરી આપવામાં આવી હતી. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહેસાણા ખાતે આ તાલીમ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. એ. કાપડિયા, સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ શેખ, મહેસાણા જિલ્લાની જુવેનાઈલ જસ્ટિસ કમિટીના સભ્યો, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યો, જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ પોલીસ અધિકારી, રેલવે કમિટીના અધિકારી, ચાઈલ્ડ લાઈન, મહિલા-બાળ મિત્રો, બાળ સંભાળ ગૃહના અધિક્ષકો, સખી વન સ્ટોપ સેન્ટર, જિલ્લા નિરીક્ષણ સમિતિના સભ્યો, 181, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર, મિસિંગ સેલ તથા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

MSN 01

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તાલીમ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંત દ્વારા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 તથા પોક્સો એક્ટ 2012 જેવા બાળકોને લગતા સંવેદનશીલ કાયદાઓમાં અમલીકરણમાં કેવી બાબતો ધ્યાને રાખવી તેની જાણકરી આપવામાં આવી હતી. આ સાથે તેમજ બાળકોના શ્રેસ્ટ હિતમાં શું-શું કરવું તે અંગેની ઊંડાણ પૂર્વક જાણકારી આપવામાં આવી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કાપડિયા દ્વારા તાલીમાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું તથા કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી. આ તરફ પોલીસ અધિક્ષક ત્યાગી દ્વારા બાળકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ આવે એ માટે બધાં સાથે મળીને દરેક સ્કૂલ અને કોલેજોમાં કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.