વિસનગરઃ પિતા પુત્રના મોતના ગુનેગાર બન્યા, ટ્રેક્ટર પરથી બાળક નીચે પડતા ટાયરમાં કચડાઇ જતાં કરૂણ મોત

વિસનગર રોડ પર ટ્રેકટર લઈ જતા હતા ત્યારે વાલમ ગામ પાસે ટ્રેકટર પર બેઠલ પૂત્ર ટ્રેકટર પરથી પડી જતા ટાયરમાં આવી જતા મોત થયું હતું. પૂત્રના મોત બાદ પોલીસે પિતા સામે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જીલ્લામાં અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે, છે. પરંતુ આ બનાવ વિસનગરના એક ગામે સામે આવ્યો છે જેમાં પિતાના હાથે અકસ્માત સર્જાતા પુત્રનું કરૂણ મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે. આ સમાચારને પગલે પરિવારમાં માતમ છવાયો છે. એક પિતા જે પાલન હાર હોય છે ત્યારે તેમનાથી અજાણમાં આવુ બાળકને મોત મળે એ કેટલી ગંભીર કરૂણ તા કહેવાય.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

 વિસનગરના રણછોડપૂરા વાલમ રોડ પર ટ્રેકટર નીચે આવી જતા એક બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે, આ ટ્રેકટર બાળકના પિતા જ ચલાવતા હતા. પિતાના હાથે જ અજાણતા બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વિસનગર રોડ પર ટ્રેકટર લઈ જતા હતા ત્યારે વાલમ ગામ પાસે ટ્રેકટર પર બેઠલ પૂત્ર ટ્રેકટર પરથી પડી જતા ટાયરમાં આવી જતા મોત થયું હતું. પૂત્રના મોત બાદ પોલીસે પિતા સામે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
બીજા બનાવમાં ગીર સોમનાથ: વેરાવળના વન અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા સમગ્ર સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.  વન અધિકારી વિરુદ્ધ  સુત્રાપાડાની એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણાતાએ આક્ષેપ કર્યો છે કે, RFO હરેશ ગલચરે તેમના પર અનેક વાર બળાત્કાર ગુજાર્યા. વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટરમાં હીનકૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ગુન્હામાં મદદ કરનાર  દાનીશ પંજા, અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં ગુન્હો નોંધાતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ છે.