કડીઃ કચરાના ઢગલામાં મળેલા 700 ચૂંટણીકાર્ડ, તપાસમાં 1996ના હોવાનું ખુલ્યું
kdi

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાના કડી શહેરમાં બે દિવસ અગાઉ કરણનગર રોડ પર આવેલી આશુતોષ સોસાયટીમાં નજીક કચરાના ઢગલમાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અધિકારીઓએ 700થી વધુ ચૂંટણીકાર્ડ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી. જેમાં આ તમામ ચૂંટણીકાર્ડ જૂના હોવાનું સામે આવ્યું છે

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

કડી શહેરમાં રવિવારે કરણનગર રોડ પર આવેલી આશુતોષ સોસાયટી નજીકથી 700થી વધુ ચૂંટણીકાર્ડ મળી આવતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી ફેંકી દીધેલા કાર્ડનું પંચનામું કરી ચૂંટણીકાર્ડ કબ્જે કર્યા હતા, ચૂંટણીકાર્ડની તપાસ કરતા જૂના હોવાનું સામે આવ્યું હતું. કડી મામલતદારે જણાવ્યું હતું કે, તમામાએ તમામ ચૂંટણીકાર્ડ 1996 સાલના હોવાનું સામે આવ્યું છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે 704 ચૂંટણીકાર્ડની તપાસ કરી તેનું લિસ્ટ બનાવી કાર્ડ કચેરીમાં મુકવામાં આવ્યા છે. આ કાર્ડ અગાઉ કોઈ વ્યક્તિઓના જૂના કાર્ડમાંથી સ્માર્ટકાર્ડ બનાવવા આપ્યા હોય અને જૂના કાર્ડ પડી રહ્યા હોય જેનો સ્ટોક થઈ ગયો હોય, જેથી કોઈએ આ કાર્ડ ફેંક્યા હશે. બાકી આ કાર્ડનો કોઈ પ્રકારનો ઉપયોગ થઈ શકે નહીં અને ઉચ્ચ અધિકારીઓ જણાવ્યા બાદ જૂના કાર્ડનો યોગ્ય નિકાલ કરી દેવામાં આવશે.