મહેસાણા: લોકલ ખિલાડીઓને ક્રિકેટ મેચ રમાડી રશિયામાં સટ્ટો રમાડવાના કેસમાં વધુ એક આરોપીને ગ્વાલિયરથી ઝડપી પાડ્યો
ફાઇલ ફોટો

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના મોલિપુર ગામે લોકલ ખિલાડીઓ પાસે ક્રિકેટ મેચ રમાડી રશિયામાં સટ્ટો રમાડવાના ચકચારી કેસમાં મહેસાણાની એસઓજી ટીમે વધુ એક આરોપીને ગ્વાલિયરથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મેરઠની જેમ જ વડનગરના મોલિપુરમાં ક્રિકેટ મેચ રમાડવાની સિસ્ટમ ગોઠવવા સૈફી સાકીબ રિયાજુદિનને ગ્વાલિયરના શખ્સે જ મોકલ્યાનું બહાર આવ્યું છે.


મહેસાણા એસઓજી ટીમે મોલિપુર ક્રિકેટ સટ્ટા કેસમાં નેટવર્ક ગોઠવવાના મામલે યુપીના મેરઠના અશોક ચૌધરીને પકડવા એક ટીમને મેરઠ મોકલી હતી પરંતુ અશોક ચૌધરી હાલમાં રશિયામાં હોવાથી પોલીસના હાથે લાગ્યો નહોતો. ત્યારે બીજી ટીમ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ગઈ હતી જ્યાથી રિષભ ધનેશ જૈન નામના શખ્સને ઉઠાવી લીધો હતો.પ્રાથમિક તપાસમાં એવી હકીકત પણ સામે આવી હતી કે, ગ્વાલિયરનો રિષભ જૈન રશિયા ક્રિકેટ મેચ રમવા ગયો હતો. ત્યારે મેરઠના અશોક ચૌધરી સાથે રશિયામાં પરિચય થયો હતો અને ત્યારબાદ અશોક ચૌધરી તેમજ આશીફ મહમદના કહેવા પર રિષભ જૈને મેરઠમાં લોકલ ખિલાડીઓ પાસે ક્રિકેટ મેચ રમાડવાની સિસ્ટમ ગોઠવી દીધી હતી. લાઈવ પ્રસારણ માટે યાકિબ રિયાજુદીન સૈફીને તૈયાર કર્યો હતો.

 અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
​​​​​​​મહેસાણાના મોલિપૂર અને યુપીના મેરઠમાં ક્રિકેટ મેચ રમાડી તેના પર રશિયામાં ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. જે મામલે અશોક ચૌધરી, આસિફ મહમદ, મીસા અને માજીદ ચાચા નામના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે. અશોક ચૌધરી વર્ષોથી રશિયા અવર-જવર કરતો હોવાથી ત્યાં કપડના તથા અન્ય સ્ટોલ લગાડી ભારતીય ચીજવસ્તુઓના એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?​​​​​​​
મહેસાણાના મોલિપુર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ જ પ્રમાણે યુપીના મેરઠમાં પણ મેચ રમાડી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા મહેસાણામાં નકલી ક્રિકેટ મામલે પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા હતા. મહેસાણામાં 15 દિવસ સુધી આ મેચ રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. જ્યારે યુપીમાં પણ આ જ પ્રમાણે મેચ રમાડવામાં આવતી હતી. જેમાં ખેલાડીઓનો રૂપિયાના બદલે મોટી ટીમમાં તમારૂ સિલેક્શન કરવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી. રશિયામાં રહેતો એક શખ્સ આ બન્ને મેચને ઓપરેટ કરતો હતો.

આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી અને રશિયામાં દેખાડવામાં આવતી હતી. રશિયાથી ખાસ એક માણસ આ તમામ મેચને ઓપરેટ કરતો હતો. આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો. જેની જાણ મહેસાણા એસઓજીની ટીમને થતા આ ગુનો ડિટેક્ટ કર્યો છે.

મહેસાણા જિલ્લામાં આવેલા મોલિપુર ગામમાં ઝડપાયેલા નકલી ક્રિકેટ સટ્ટા કાંડ બાદ આ કેસના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. મહેસાણાની SOG ટીમે કરેલી કાર્યવાહીને લઇ અન્ય રાજ્યની પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે મહેસાણાના મોલિપુર બાદ ઉત્તર પ્રદેશમાં પણ નકલી ક્રિકેટ પર સટ્ટા કાંડ ઝડપાયું હતું. મેરઠ બાયપાસ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેમેરા લગાવી યુ ટ્યુબ પર કેટલાક લોકો લાઈવ પ્રસારણ કરી રશિયાના લોકો પાસે સટ્ટો લગાવી રહ્યા છે ત્યારે ટીમે રેડ મારી આ કેસમાં 2 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ આદરી હતી.