ઘટસ્ફોટ@મહેસાણા: સત્ય સમર્થન મહાસંમેલનમાં અશોક ચૌધરીના વિપુલ ચૌધરી પર ગંભીર આક્ષેપ, કલેક્ટરને આવેદન અપાયું

 
Dudhsagar

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે વિપુલ ચૌધરીની ધરપકડના સમર્થનમાં સત્ય સમર્થન મહાસંમેલન યોજાયું હતું. જેમાં  દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે સરકારના સમર્થનમાં છીએ, વિપુલ ચૌધરીના નહીં. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આ સાથે આજે મહેસાણામાં યોજાયેલ કાર્યક્રમમાં હજારો લોકો મહિલાઓએ વારંવાર માં અર્બુદા ના જય ઘોષ સાથે સત્ય ઉજાગર કરવા અને દૂધ સાગર અને દૂધ ઉત્પાદકોના લોહીના પૈસા 800 કરોડ પાછા મળે તે માટે પોલીસ અને સરકાર સારું કામ કરીને કડક પગલાં ભરે તેવી જાહેર માગણી કરી હતી. આ સાથે વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.

Dudhsagar 01

મહેસાણાના સાંઈબાબા મંદિર પાસે આજે સવારે સત્ય સમર્થન મહાસંમેલન યોજાયું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઊમટ્યા હતા, જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે ચૌધરી સમાજ સત્યને સમર્થન આપવા માટે ભેગો થયો છે. જે લોકો વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરતા હતા તેમને જવાબ આપવા અને સમાજ ગેરમાર્ગે ન દોરાય એને લઇને આજે સમાજ ભેગો થયો છે. વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે, તે કોર્ટના આદેશ પ્રમાણે તપાસ બાદ ભ્રષ્ટાચાર થયું હોવાનું બહાર આવતાં આ પગલાં લેવાયાં છે.  

Dudhsagar 02

આ કાર્યક્રમમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા યુવાનો ગુમરાહ થાય નહી અને ખોટા રવાડે ચઢી ના જાય તે માટે અપીલ કરવામાં આવી હતી.

ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ડેરીમાં થયેલા અનેક કૌભાંડો ઉજાગર કરી નામદાર કોર્ટના આદેશથી કેટલાં રૂપિયા વિપુલ ચૌધરીને જમા કરાવવા પડ્યા છે આંકડાઓ સાથે વાત કરી હતી. 

Dudhsagar 03