બનાવઃ ગોઠવાની બરોડા ગ્રામીણ બેંકના ક્લાર્કનું હિંમતનગરમાં અપહરણ કરી રું. 53 હજાર મત્તાની લૂંટ
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક


વિસનગરના ગોઠવાની બેંકમાં નોકરી કરતાં ઇડરના શખ્સ સાથે પરિચય કેળવી ગુરૂદત્ત સેવા ટ્રસ્ટમાં કામ કરતા કડી અને વિજાપુરના બે શખ્સોએ મંગળવારે સાંજે હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે માદક પદાર્થ સૂંઘાડી અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ માર મારી અર્ધનગ્ન કરી ફોટા પાડી લઇ રૂ.53 હજારની લૂંટ કરતાં ખળભળાટ મચી ગયો છે.

ઇડરની પરમહંસ સોસાયટીમાં રહેતા અને ગોઠવામાં બરોડા ગ્રામીણ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં જીતેન્દ્ર જીવાભાઇ ડામોર અપડાઉન કરવા દરમિયાન અઠવાડિયા અગાઉ હિંમતનગર બસ સ્ટેન્ડ ઉતરી ઇડર જવા બસમાં બેસતા એક શખ્સ તેમની પાસે બેસી ગયો હતો અને બીજો પાછળની સીટમાં બેઠો હતો ઇડર જવા દરમિયાન બંને જણાએ વાતચીત શરૂ કરી હતી.

અને પોતાની ઓળખ મયુરભાઇ હીરાભાઇ સલાટ (રહે. ગોવિંદપુરા પાટિયા તા.વિજાપુર) અને સાગર રમેશભાઇ સલાટ (રહે. કડી તા. કલોલ) તરીકે ઓળખ આપી હતી હિંમતનગર કાટવાડ રોડ પર ગુરૂદત્ત ટિફિન સેવા ટ્રસ્ટમાં કામ કરતા હોવાનું જણાવી એકબીજાના નંબરની આપલે કરી ઇડર બસ સ્ટેન્ડ ઉતરતા બંને જણાએ ગંભીરપુરા ઉતારી દેવાનુ કહેતા જીતેન્દ્રભાઇ તેમના એક્ટિવા પર બંને જણાને ભિલોડા ત્રણ રસ્તા ઉતારી આવ્યા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ત્યારબાદ તા.26-04-22 ના રોજ બપોરે મયુરનો ફોન આવ્યો હતો અને હિંમતનગર કેટલા વાગ્યે આવશો પૂછતા સાંજે સાડા છ એક વાગ્યે કહેતા ફોન મૂકી દીધો હતો અને સાંજે સાડા છએક વાગ્યે હિંમતનગર બસ સ્ટેન્ડ પહોંચતા ફરીથી મયુરનો ફોન આવ્યો હતો અને ક્યાં છો પૂછતા પાર્કિંગ પાસે ઉભા હોવાનુ જણાવતા મયુર અને સાગર બંને આવી પહોંચ્યા હતા અને ચાલો અમારી ગુરૂદત્ત સેવા ટ્રસ્ટની ઓફિસ બતાવી કહી મયુરે તેના હાથ પર બાંધેલ રૂમાલ પર સ્પ્રે છાંટી જીતેન્દ્રભાઇને સૂંઘાડી દેતા અર્ધબેભાન જેવા થઇ ગયા હતા.

અને તેમનુ અપહરણ કરી જિલ્લા પંચાયત પાછળ ખુલ્લી જગ્યામાં લઇ જતા જીતેન્દ્રભાઇને ભાન આવી ગયુ હતુ ત્યારે બંને જણાએ જાતિ વિષયક અપશબ્દો બોલી લાકડી અને ગડદાપાટુનો માર મારી રૂ.10 હજાર રોકડા, સોનાની વીંટી રૂ.25 હજાર, મોબાઇલ રૂ.18 હજાર મળી 53 હજારની લૂટ ચલાવી પાંચ એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી અર્ધનગ્ન કરી ફોટા પાડી લઇ ધમકી આપી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી.