રિપોર્ટઃ મહેસાણામાં એક જ દિવસમાં કોરોનાના અનેક કેસ નોંધાયા, સાવચેતીની ખાસ જરૂર
korona

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે કોરોના કેસ ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો નોંધાયો છે અને કોરોના કેસનો આંકડો 900ની અંદર નોંધાયો છે. આજે 24 જુલાઇની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 842 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 598 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.66 ટકા નોંધાયો છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 244 કેસ નોંધાયા છે.ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 24 જુલાઈ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 842 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 300ની અંદર આવી છે. બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10960 પર યથાલત છે.

વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 244, મહેસાણા 106, વડોદરા કોર્પોરેશન 69, સુરત કોર્પોરેશન 42, ગાાંધીનગર 39, સુરત 38, કચ્છ 33, પાટણ 29, રાજકોટ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 24, બનાસકાંઠા 23, ગાંધીનગર કોર્પોરેશન 22, આણંદ 18, અમરેલી 17, વડોદરા 17, પોરબંદર 13, નવસારી 12, ખેડા 8, રાજકોટ 8, ભરૂચ 7, અમદાવાદ 6, સુરેન્દ્રનગર 6, વલસાડ 6, દેવભૂમિ દ્વારકા 5, જામનગર કોર્પોરેશન 5, મોરબી 5, તાપી 3, અરવલ્લી 2, ભાવનગર 2, ગીર સોમનાથ 2, પંચમહાલ 2, જુનાગઢ કોર્પોરેશન 1, મહીસાગર 1, સાબરકાાંઠા 1, બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5714 એક્ટીવ કેસ છે જે પૈકી 08 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5706 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,31,813 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10960 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 72,128 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,37,64,333 લોકોનું રસીકરણ થયું છે.