કડીઃ બાકોરું પાડી તસ્કરો દુકાનમાં ઘૂસ્યાં, એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર, અંતે ફરિયાદ

મોબાઈલની દુકાનમાંથી તસ્કરોએ પાછળની બાજુ બાકોરું પાડી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. જેને લઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. 
 
ચોરી

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જીલ્લાના કડી શહેરની મુખ્ય બજારમાં ગત મધ્ય રાત્રિએ અંધકારનો લાભ લઈ મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. કડી પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે આવેલી મોબાઈલની દુકાનમાંથી તસ્કરોએ પાછળની બાજુ બાકોરું પાડી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. જેને લઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. 

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
કડીની મુખ્ય બજારમાં રાત્રીના 4 વાગ્યાના અરસામાં અંધકારમાં દુકાનના પાછળના ભાગમાં બાકોરું પાડી તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાંથી મોબાઈલ અને એસેસરીઝ મળી આશરે કુલ.1,75,000/- ના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોબાઈલની દુકાન પાછળ આવેલા પશુ દવાખાનામાંથી તસ્કરો પ્રવેશી દુકાનના પાછળના ભાગમાં બાકોરું પાડી દુકાનમાં ઘૂસ્યા હતા. ચોરી થયેલી દુકાનના આગળના ભાગમાં જી.આર.ડી નો પોઇન્ટ આવેલો છે. તેમજ દુકાનથી ફકત 50 મીટરના અંતરમાં કડી પોલીસ સ્ટેશન આવેલું હોવા છતાં તસ્કરોએ પોલીસનો ડર રાખ્યા વિના ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. કડી પોલીસે દુકાન માલિકના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.