બ્રેકિંગ@મહેસાણા: સ્થાનિક ઉમેદવારની માંગ સાથે કોંગ્રેસ આગેવાનોના દિલ્હીમાં ધામા, મોવડીમંડળને રજૂઆત સાથે રાજીનામાંની ચીમકી

 
Mehsana-0101

અટલ સમાચાર, મહેસાણા

નવા વર્ષના પહેલા દિવસે કોંગ્રેસનું મંથન પૂર્ણ  થયુ છે. ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી માટે કોંગ્રસ દ્વારા દિલ્હીમાં CECની બેઠક યોજાઈ હતી. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી હવે ગમે તે ઘડીએ નામોની જાહેરાત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. તો આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને નગર સેવક સહિતના આગેવાનોએ ચેક દિલ્હી પહોંચી સ્થાનિક ઉમેદવારની માંગ કરી છે. 

Mehsana-02
દિલ્હીમાં કરી રજૂઆત

ઉત્તર ગુજરાતનું મહેસાણા હમેંશાથી રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે. તેવામાં હવે વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર મહેસાણા કોંગ્રેસમાં ટિકિટને લઈને જૂથબંધી સામે આવી છે. આગેવાનો દ્વારા છેક દિલ્હી પહોંચીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી છે. આગેવાનોની રજૂઆત છે કે, વર્ષોની બહારના ઉમેદવારોને ટિકિટ મળતી હોઇ કોંગ્રેસને મોટું નુકશાન થઈ રહ્યું છે. 

દિલ્હીમાં શું રજૂઆત કરાઇ ? 

ચોક્કસ માહિતી મુજબ મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશ પટેલ, નગર સેવક અમિત પટેલ, નરેન્દ્ર પટેલ, ખોડાભાઈ પ્રજાપતિ, જયદીપસિંહ ડાભી, હર્ષદભાઈ રાવલ, પી. કે. પટેલ, ડૉ.મેઘા પટેલ, ભાવનજી ઝાલા, રાજેશભાઈ પટેલ સહિતના નેતાઓએ લેટર લખી અને સહી કરી કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપ્યો છે. જેમાં સ્થાનિક ઉમેદવારની માંગ કરાઇ છે. 

Mahesh bhai Bhuriya

શું કહ્યું તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે  ? 

સમગ્ર મામલે મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણા સીટ ઉપર બહારના ઉમેદવારની ટિકિટ આપવામાં આવતી હોવાથી મોટું નુકશાન થઈ રહ્યું છે. મહેસાણા પાટીદારોનો ગઢ હોય સ્થાનિક પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો અમારું સમર્થન છે. 

શું કહ્યું મહેસાણા જિલ્લા પ્રમુખે ? 

તો આ તરફ મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે રજૂઆત કરવામાં આવી તે વાત સાચી છે. મહેસાણામાં સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ મળવી જોઈએ. આ સાથે રણજીતસિંહ ઠાકોરે ઉમેર્યું હતું કે, મહેસાણામાં સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ મળશે. 

રાજીનામાની ચીમકી

દિલ્હી પહોંચેલા મહેસાણા કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક ઉમેદવારોની માંગ કરી છે. આ સાથે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારતા હડકંપ મચી ગયો છે. મહત્વનું છે કે, સ્કાય લેબલ્સ અને બાયો ડેટાના આપ્યા હોય તેવા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે.