આનંદો@મહેસાણા: 11 કરોડના ખર્ચે 5000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા સરદાર પટેલ સ્ટેડિયમનું નિર્માણ, જાણો અંદરથી કેવું દેખાય છે ?

અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ મહેસાણા ખાતે 11 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ વિશાળ અને અદ્યતન બનાવવામાં આવ્યું છે. જેમાં સ્ટેડિયમ બનવાના કારણે ઉત્તર ગુજરાતના ખેલાડીઓ માટે આ સ્ટેડિયમ આશીર્વાદરૂપ સાબિત બનશે. આજે આ સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવશે.
મહેસાણા પાલિકા દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉત્તર ગુજરાતના પ્રથમ એવા વિશાળ અને અદ્યતન સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઉપસ્થિતમાં કરવામાં આવવાનું છે.
જાણો અંદરથી કેવું છે સ્ટેડિયમ ?
મહેસાણા ખાતે બનેલું સ્ટેડિયમમાં કુલ 41 હજાર 100 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા આ સ્ટેડિયમમાં 62 મીટર બાઉન્ડ્રી, 5 હજાર દર્શકોને બેસવાની સમક્ષા વાળું પવેલીયન, સીઝન બોલથી ક્રિકેટ રમવા માટેની પાંચ પીચ તથા ગ્રીન ફિલ્ડ, પ્રેક્ટીસ માટેની અલગ પાંચ પીચની સુવિધા છે.
આ સાથે બાસ્કેટ બોલ, ટેનિસ રમવા માટેની સુવિધા, બાસ્કેટ બોલ કોચ, વોલીબોલ ટેનિસ રમવા માટેની, 250 કાર, 1 હજાર ટુ વ્હીલ પાર્ક કરી શકાય તેવું વિશાળ પાર્કિંગ, ચેન્જ રૂમ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.