ધાર્મિક@મહેસાણા: હરસિદ્ધિ માતાના આ મંદિરે આસો નહીં પણ આ નવરાત્રીમાં રમાય છે ગરબા, જાણો શું છે કારણ ?

 
Ladol

અટલ સમાચાર, ડેસ્ક 

નવરાત્રીમાં ગરબા ગાવાનો એક અનેરો મહિમા હોય છે, પણ મહેસાણા જિલ્લાના એક ગામમાં આસો મહિનામાં નહીં પણ ચૈત્રી નવરાત્રીમાં ગરબા રમાય છે. વિજાપુર નજીકના લાડોલ ગામમાં આવેલા ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરે આસો મહિનાની નવરાત્રીમાં ન તો ગરબા રમાય છે અને ન તો માતાજીને રાજભોગ ધરાવાય છે. આ મંદિર પરિસરમાં ચૈત્રી નવરાત્રીમાં ગરબા રમાય છે. જ્યારે નવરાત્રી દરમિયાન માતાજીને સાદગીભર્યો પ્રસાદ ધરાવાય છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહેસાણા જિલ્લાના વિજાપુરના લાડોલ ગામમાંમાં આવેલા હરસિદ્ધિ શક્તિપીઠ ખાતે આસો નવરાત્રીએ ગરબા નાથી રમવામાં આવતા. હરસિદ્ધિ શક્તિપીઠના આચાર્યએ જણાવ્યું હતું કે, લાડોલ ખાતે 1200 વર્ષ પહેલાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે મંદિરનુ નિર્માણ કરાવ્યું હતું. અહીં હરસિદ્ધિ માતાજી કમળના આસન પર બિરાજમાન છે. 

માતાજીને કયો ભોગ ચડાવાય છે ? 

આસો નવરાત્રીમાં માતાજીને રાજભોગ નહીં પણ સાદગીભર્યો ભોગ અર્પણ કરાય છે.  ભોગમાં માતાજીને ઘીમાં બનેલું સુરણનું શાક, દહીં અને શીરાનો ભોગ ધરાવાય છે. પ્રથમ દિવસે ઘટસ્થાપન સાથે અનુષ્ઠાનનો પ્રારંભ કરાય છે. રોજ સવાર-સાંજ માતાજીની ભવ્ય આરતી થાય છે. આઠમે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાય છે. નોમ દિવસે માતાજીને નૈવેધ ધરાવાય છે. જ્યારે દશેરાના દિવસે જ્વેરા ઉત્થાપન સાથે ધજા ઉત્સવની ઉજવણી કરાય છે. ગ્રામજનો માતાજીને ગરબા અર્પણ કરતાં હોય છે. મંદિર પરિસરમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગરબાનું આયોજન કરાય છે.