અપડેટ@મહેસાણા: વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો, મની લોન્ડરિંગ કેસની તપાસ હવે ED કરશે ?
Vipul 02

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે.  આ તરફ હવે વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિપુલ ચૌધરી સામે ED તપાસમાં જોતરાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. કરોડોના શંકાસ્પદ વ્યવહારની ACBએ EDને કરી જાણ કરી છે. વિદેશમાં પણ કરોડોના વ્યવહાર થયાનું તપાસમાં ખુલ્યુ છે. બોગસ કંપની મારફતે થયેલા વ્યવહારોની તપાસ ED કરશે.રજિસ્ટર થયેલી 4 કંપનીઓ અસ્તિત્વમાં જ ન હોવાનું ખુલ્યુ છે.

અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવતા આંજણા ચૌધરી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે એ રોષની અભિવ્યક્તિ માટે સદભાવના યજ્ઞ સંમેલના નામે આજે વિસનગરના વાસણ ગામમાં શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરી હાજર નહોતા પરંતુ વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે, ઉત્તરગુજરાતના આંજણા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીનું શું મહત્વ છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરી સામેના કેસોને બનાવટી અને ઊભા કરાયેલા ગણાવ્યા હતા અને સરકાર સામે વેધક સવાલો કરી આક્રોશ ઠાલવ્યો હતો. અર્બુદાસેનાના કાર્યકરોએ સરકારોએ અલ્ટિમેટમ આપીને આગામી ચૂંટણીમાં પોતાના રુખ વિશે ગર્ભિત ઈશારો કર્યો હતો.

Vipul

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા દૂધસાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી 800 કરોડના કૌભાંડમાં છેલ્લા 7 દિવસથી રીમાન્ડ ઉપર હતા. વિપુલ ચૌધરી ના 7 દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં આજે મહેસાણા કોર્ટમાં હાજર કરાયા હતા અને સરકારી વકીલે વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના રીમાન્ડ ના મંજુર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કરતા વિપુલ ચૌધરીને મહેસાણા સબ જેલમાં લઇ જવામાં આવ્યા હતાં.
 
વિપુલ ચૌધરીનું ઉત્તર ગુજરાતના 7 લાખ મતદારો પર પ્રભુત્વ

આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે.