બિગબ્રેકિંગ@મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મધરાત્રે ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ગઇકાલે મોડી રાત્રે તેમના નિવાસસ્થાનેથી તેમની ઘરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ વિપુલ ચુઆધારી સામે સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.