આનંદો@મહેસાણા: જિલ્લા પોલીસને 15 વાન અને 1 એમ્બ્યુલન્સની ભેટ, SP અચલ ત્યાગીએ પૂજા કરી સ્વાગત કર્યું

 
Mehsana Police 01

અટલ સમાચાર, મહેસાણા

આજે પ્રકાશનું પર્વ એટલે દિવાળી. મહેસાણા જિલ્લા પોલીસને ગઈકાલે જ દિવાળીની ભેટ આપી દીધી છે. વાત જાણે એમ છે કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દીપોત્સવના તહેવાર સમયે મહેસાણા પોલીસ વિભાગને 15 પોલીસ વેન અને એક એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ 16 વાહનોમાં ફાયર સેફ્ટી એસી અને ફર્સ્ટએડ કીટ સહિતની વિવિધ સુવિધાઓ રહી છે.

મહેસાણા જિલ્લા પોલીસને રાજ્ય સરકારે કાળી ચૌદસે જ દિવાળીની ભેટ આપી છે.  જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું નિયમન કરતી મહેસાણા જિલ્લા પોલીસને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 15 નવી પોલીસ વેન અને એક એમ્બ્યુલન્સ ફાળવણી કરવામાં આવી છે. જેને લઈ કાળીચૌદસે મહેસાણાના બાહોશ જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા પૂજા-વિધિ કરી વાન અને એમ્બ્યુલન્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Kirit Patel
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી વાહનોમાં નિયમ અનુસાર 2.50 લાખ કિલોમીટર ટ્રાવેલિંગ કરનાર વાહનની ફિટનેસ તપાસ કરાવતા જે કોઈ વાહન જોખમી કે સેવા આપવામાં અસમર્થ જણાઈ આવે તો તેને બિન ઉપયોગી કરી નવા વાહનની દરખાસ્ત કરવામાં આવે છે.  આ તરફ છેલ્લા બે વર્ષથી મહેસાણા પોલીસને મળેલ જૂની એમ્બ્યુલન્સ વાન સેવામાં આપવાની હાલતમાં ન હોઈ  એક નવી એમ્બ્યુલન્સ વાન આપવામાં આવી છે.