યોગ દિવસઃ મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરે 5000થી વધુ લોકોએ આસન કર્યા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી
mesana

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં આવેલ ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે વહેલી સવારે 5000 જેટલા લોકોએ યોગ કરવા જોડાયા હતા. જેમાં બાળકોથી લઇ મોટી ઉંમરના લોકો જોવા મળ્યા હતા. મોઢેરા સૂર્યમંદિરના પુરા પરિસરમાં લોકોએ પોતાના સ્થાન લઇ યોગ કર્યા હતા. જ્યાં પોગ્રામ દરમિયાન પુરુષોત્તમ રૂપાલા પણ યોગમાં જોડાયા હતા.


સમગ્ર દેશમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ઠેરઠેર યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાકક્ષાનો યોગ દિવસ મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિર ખાતે યોજવામાં અવ્યો હતો. જ્યાં સવારે 5 કલાકે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા હતા.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
મહેસાણા જિલ્લામાં 2638 સ્થળો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 5 લાખ 35 હજાર 800 યોગ અભ્યાસુઓ જોડાયા હતા. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો જેમાં 5000 યોગ અભ્યાસુઓ જોડાયા હતા.11 તાલુકા કક્ષાના સ્થળોમાં 5700 અને 07 નગરપાલિકના સ્થળોમાં 3500 નાગરિકો યોગ કર્યા. જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 3 લાખ 36 હજાર વિધાર્થીઓ પણ યોગ કર્યા હતા. જેમાં 1238 પ્રાથમિક શાળાઓ, 351 માધ્યમિક શાળાઓ, 43 કોલેજો, 10 આઇ.ટી,આઇ અને 02 વિશ્વ વિધાલયોમાં યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.