મહેસાણાઃ દર્શને જઈ રહેલા પરિવારને કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીનું કરૂણ મોત, 6 લોકોને ઇજા
accident c

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં અકસ્માતના અનેક બનાવો સામે રોજ-બરોજ આવતા રહે છે. મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસે આજે વહેલી સવારે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર પરિવાર નાથદ્વારા શ્રીનાથજી દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારેજ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ખેરાલુ તાલુકાના કાદરપુર નજીક વહેલી સવારે ચાર વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં કાર અને ડમ્પર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. કારની અંદર સવાર મુસાફરોને કારના કાચ તોડીને બહાર કાઢવાની ફરજ પડી હતી. મળતી માહીતી મુજબ ખૂંટ પરિવારના સભ્યો આજે અર્ટિંગા કાર લઈ નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા નીકળ્યો હતો. જેઓની કાર મહેસાણાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતના કારણે હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો.

આ દુર્કાઘટનામાં સવાર દિનેશભાઈ ખૂંટ અને તેમના પત્ની શોભનાબેન ખૂંટના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર દક્ષિણ ગુજરાતના કોઈ જિલ્લાનો રહેવાસી હોવાનું અનુમાન છે. જેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.