મહેસાણાઃ શહેરની 2 જુદી-જુદી સોસાયટીઓમાં ઇસમોએ 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા

પ્રાર્થના વિહાર વિભાગ-1માં અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. આ ચોરીની ઘટનામાં 6 તસ્કરો CCTV કેમરામાં કેદ થયા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
 
chor

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા માં બે ચોરીની ઘટના સામે આવી છે. શહેરની બે અલગ અલગ સોસાયટીઓમાં ત્રાટકી 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં આવેલા તિરુપતિ શાહીબાગ પાછળ આવેલી પ્રાર્થના વિહાર વિભાગ-1માં અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. આ ચોરીની ઘટનામાં 6 તસ્કરો CCTV કેમરામાં કેદ થયા છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મહેસાણા શહેરમાં રાધનપુર રોડ ઉપર આવેલી પ્રાર્થના વિહાર સોસાયટી અને ગણેશ વિહાર સોસાયટીમાં તસ્કરો બારીઓની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા હતા. પરિવાર સુઈ રહ્યો હતો અને તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે ઉઠ્યા બાદ બારીઓના સળિયા તૂટેલી હાલતમાં જોતા ચોરી થયાની જાણ થઈ હતી. રાધનપુર રોડ પર આવેલી પ્રાર્થના વિહાર સોસાયટીમાં અને ગણેશ વિહાર સોસાયટીમાં ચડ્ડી બાનીયાન ધારી ગેંગ CCTVમાં કેદ થઇ હતી. સામે આવેલા CCTVમાં 6 તસ્કરો જોવા મળે છે. જોકે, સોસાયટીના અંદર CCTV ન હોવાથી સ્પષ્ટ થઈ શક્યું નથી.