ઘટના@મહેસાણા: ગાભું ગામમાં કુવાના ખોદકામ વખતે ભગવાન બૌદ્ધની મૂર્તિઓ મળી, તાત્કાલિક કામ બંધ કરાયું

ભગવાન બૌદ્ધની સફેદ અને કાળા આરસના પથ્થરની મૂર્તિઓ મળી આવતા ગામ લોકો જોવા માટે ઉમટી પડ્યા
 
ભગવાન બૌદ્ધની મૂર્તિ

અટલ સમાચાર, મહેસાણા 

બેચરાજી તાલુકાના ગાભું ગામમાં અવારનવાર ખોદકામ દરમ્યાન પૌરાણિક મૂર્તિઓ અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે. જોકે તાજેતરની વિગતો મુજબ ગઈકાલે ગાભું ગામમાં કુવાના ખોદકામ દરમ્યાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભગવાન બૌદ્ધની સફેદ અને કાળા આરસના પથ્થરની મૂર્તિઓ મળી આવતા ગામ લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ગાભું ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે ગઇકાલે કૂવો ખોદવાની કામગીરી ચાલુ હતી. આ દરમ્યાન 10 ફૂટ જેટલો કૂવો ખોદવામાં આવ્યો ત્યારે તેમાંથી આરસની બૌદ્ધની મૂર્તિઓ જોવા મળતા અચરજ ફેલાયું હતું. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિતના ઉમટી પડ્યા બાદ સરપંચને જાણ કરાઇ હતી. આ તરફ સરપંચ કુવાની કામગીરી બંધ કરાવી તંત્રને જાણ કરી હતી.

Mehsana

સૂત્રોએ જણાવ્યું હતું કે,  ગાભુંમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર આગળ કૂવો ખોદવાની કામગીરી દરમ્યાન 10 ફૂટ નીચે આરસની બૌદ્ધની મૂર્તિઓ જોવા મળી હતી. જેથી સરપંચે તંત્રને જાણ કરતા પોલીસ ઘટના સથળે દોડી આવી હતી. બાદમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે જેસીબી ની મદદથી મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી.

સફેદ અનેક કાળા આરસની બૌધ્ધ મૂર્તિઓ મળી 

બેચરાજીના ગાભું ગામેથી જીસીબીની મદદથી ખોદકામ દરમ્યાનનીકળેલી મૂર્તિઓ બહાર કથવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ સફેદ અનેક કાળા આરસની ખંડિત થયેલી મૂર્તિઓ હોવાનું સામે આવ્યું હતું. આ મૂર્તિઓ બૌદ્ધની હોવાનું જાણવા મળ્યું હતું.  આ ઘટના પગલે ગામના લોકોના ટોળેટોળા મૂર્તિઓ જોવા ઉમટી પડ્યા હતા.