મહેસાણાઃ ઓનલાઇન મંગાવેલ બ્લ્યુ ટુથ ખરાબ આવ્યું તો કસ્ટમર કેરે લીંક મોકલી રૂ.65000 ની ઠગાઇ કરી

અટલ સમાચાર, ડેસ્ક
વર્તમાન સમયમાં ઓનલાઈન સોપિંગ કરવાનો મોટો ક્રેઝ છે. ખાસ કરીને ઈલેકટ્રોનિક આઈટમો લોકો વધુ પ્રમાણમાં મંગાવી રહ્યા છે. જો કે ઓનલાઈન વસ્તુ મંગાવવામાં ક્યારેક મોટી નુકશાની વેઠવાનો પણ વારો આવે છે. આવી જ ઘટના સામે આવી છે મહેસાણામાં જ્યાં યુવાનને ઓનલાઇન બ્લ્યુ ટુથ મંગાવવું ભારે પડ્યું છે. એમેઝોન કંપનીમાંથી ઓનલાઇન મંગાવેલ બ્લ્યુ ટુથ ખરાબ આવતા યુવકે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
યુવકે કસ્ટમર કેર નંબર ગુગલ ઉપર સર્ચ કરીને મેળવ્યો હતો. ત્યાર બાદ આ નંબર પરથી યુવકને એવું આશ્વાસન આપવામાં આવ્યું કે, બ્લ્યુ ટુથ બદલી આપીશું. સામેથી યુવકને એક લિંક મોકલવામાં આવી અને જ્યારે યુવકે તે લિંક પર ક્લિક કર્યું તો તેના ખાતામાંથી 65000 ટ્રાન્સફર કરી લીધા. હાલમાં 3 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.