મહેસાણા-અમદાવાદઃ રેલવે ટ્રેક પર ડબલ લાઈનની કામગીરી શરૂ કરાતા, 40 ટ્રેનોને અસર

આમ જે ટ્રેન અજમેરથી રતલામ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે તે પાલનપુર સ્ટેશન પર આવશે નહિ. આમ જે મુસાફરોને અજમેરથી આવતી ટ્રેન છે તેમાં ત્રણ દિવસ દરમિયાન મુસાફરી કરી શકાશે નહીં.
 
મહેસાણા

અટલ સમાચાર, ડેસ્ક

 મહેસાણા-અમદાવાદ રેલવે ટ્રેક પર ડબલ લાઈનની કામગીરી શરૂ કરાતા ત્રણ દિવસ માટે અમદાવાદ દિલ્હી રૂટની 40થી વધુ ટ્રેનને અસર થઈ છે. જેમાં 20થી વધુ ટ્રેન પાલનપુર સ્ટેશનથી ડાયવર્ટ કરી વાયા વિરમગામ કરવામાં આવી છે અને 25થી વધુ ટ્રેનોનો રૂટ બદલીને અજમેરથી રતલામ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. આમ જે ટ્રેન અજમેરથી રતલામ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે તે પાલનપુર સ્ટેશન પર આવશે નહિ. આમ જે મુસાફરોને અજમેરથી આવતી ટ્રેન છે તેમાં ત્રણ દિવસ દરમિયાન મુસાફરી કરી શકાશે નહીં.

મહેસાણા-અમદાવાદ રેલવે લાઇન પર જગુદણ, આંબલિયાસણ અને ડાંગરવા ટ્રેક પર ડબલ લાઈનની કામગીરી ચાલી રહી હોવાથી તે રૂટ પર રેલવેની મુસાફર ટ્રેનોનો રૂટ વાયા વિરમગામ અને રતલામ તરફ ડાયવર્ટ કરવામાં આવેલો છે. જેથી આ અંગે રેલવે તંત્ર દ્વારા પાલનપુર સ્ટેશન પર આવતી જતી ટ્રેન પર રોક લગાવી છે. તેમજ કેટલીક ટ્રેન વાયા વિરમગામથી અમદાવાદ રૂટ પર ડાયવર્ટ કરાઈ છે.