વડનગરઃ 2009માં યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર યુવકને પોલીસે 13 વર્ષે ઝડપી પાડ્યો

આરોપીએ મહેસાણા જિલ્લો છોડ્યા બાદ 13 વર્ષમાં એક પણ વખત મહેસાણા આવ્યો ન હતો અને એક પણ સ્થાનિક વ્યક્તિ સાથે સંપર્ક રાખ્યો ન હતો.
 
ફાઇલ ફોટો

અટલ સમાચાર, ડેસ્ક
 
મહેસાણા જીલ્લાના વડનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી 2009માં એક યુવતીને લલચાવી ફોસલાવી એક શખ્સ ભગાડી ગયો હતો. આ કેસમાં યુવતીના પિતાએ ખેરાલુના શખ્સ સામે અપહરણ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. જેને પોલીસે 13 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. 

મળતાી માહીતી મુજબ સમગ્ર કેસમાં 13 વર્ષ અગાઉ ભાંગેલા આરોપીને ઝડપવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને ખાનગી બાતમી અને ટેક્નિકલ શોર્સ દ્વારા માહિતી મળી હતી કે, આરોપી સુરતના કોઈ વિસ્તારમાં રહે છે અને ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેથી પોલીસ બાતમી મળતા સુરત જઇ છાપો મારી આરોપીને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને બે પુત્રીઓ પણ હોવાનું સામે આવ્યું હતું.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપીએ મહેસાણા જિલ્લો છોડ્યા બાદ 13 વર્ષમાં એક પણ વખત મહેસાણા આવ્યો ન હતો અને એક પણ સ્થાનિક વ્યક્તિ સાથે સંપર્ક રાખ્યો ન હતો. આથી પેરોલ ફ્લો સકોર્ડ તેને પકડવા માટે સતત બે વર્ષ સુધી મહેનત કરી તેનું પરફેક્ટ લોકેશન મેળવી તેણે બાદમાં ઝડપી પાડ્યો હતો.