કાર્યવાહી@બેચરાજી: 68 લાખની લૂંટ કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં 3 આરોપીને દબોચ્યાં, જાણો શું હતો સમગ્ર મામલો ?

 
Bechraji

અટલ સમાચાર, બેચરાજી 

તાજેતરમાં બેચરાજી-હારીજ રોડ ઉપર 68 લાખની લૂંટની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ હતી. જેને લઈ મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા LCB-SOG અને બહુચરાજીની સ્થાનિક પોલીસ સહિત 8 ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હવે બેચરાજી ફાટક પાસે હારીજના વેપારી પિતા-પુત્ર સાથે થયેલી 68 લાખની લૂંટ કેસમાં બેચરાજી અને મહેસાણા LCBની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી રૂ.5 લાખની રકમ રીકવર કરી છે.  

પાટણ જિલ્લાના હારિજના ચિંતન બગ્લોઝમાં રહેતા કપાસના વેપારી નટવરભાઈ ઠક્કર અને તેમના પુત્ર નીતિનભાઈ બંને કડીથી ઉઘરાણીના રૂપિયા લઈને હારિજ આવી રહ્યા હતા. ત્યારે ગત 20 ઓક્ટોબરે બેચરાજીના હારિજ રોડ પર રેલવે ફાટક નજીક અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી રૂ.68.69 લાખ રોકડની લૂંટ કરી બાઇક પર નાસી છૂટ્યા હતા. જેને લઈ મહેસાણા SP અચલ ત્યાગીની સૂચના મુજબ LCB-SOG અને બહુચરાજીની સ્થાનિક પોલીસ સહિત 8 ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ હતી. જેમ તપાસ દરમ્યાન  લૂંટ કેસમાં હારિજ અને બહુચરાજીના જ કેટલાક ઇસમોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. 

Kirti-Sinh-01
જાહેરાત

આ તરફ બેચરાજી બહુચરાજી PI અનિરુદ્ધસિંહ સોલંકી અને LCBના ઇન્ચાર્જ PI જે.પી. રાવની ટીમે આ લૂંટ કેસમાં સંડોવાયેલા હારિજ-બહુચરાજીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઝડપાયેલા પૈકી એક આરોપી પાસેથી લૂંટમાં ગયેલા રૂ.5 લાખ રિકવર કર્યા છે. આ લૂંટમાં સંડોવાયેલા 3 ઇસમોને ઝડપી લીધા બાદ હવે બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા અને બાકી રહેલી લૂંટની રકમ કબજે કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જાણો કેટલા આરોપી પકડાયા ? 

  • મહેશજી પુનાજી ઠાકોર (રહે. કોઠારપુરા, તા. બહુચરાજી)
  • નીતિનજી દશરથજી ઠાકોર (રહે. ઝાપટપુરા, હારિજ-કુકરાણા રોડ, હારિજ)
  • રાજુ ગોવિંદભાઈ ભરવાડ (રહે. રામાપીર મંદિર સામે, ભરવાડ વાસ, બહુચરાજી)