વિસનગરઃ દહેજના નામે યુવતીને સાસરિયાં દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા, અંતે પોલીસ ફરિયાદ
માર

અટલ સમાચાર, ડેસ્ક

વિસનગર શહેરની એક યુવતીને તેના સાસરિયાં દ્વારા દહેજ પેટે 15 લાખ માગી શારીરિક માનસિક ત્રાસ આપતાં યુવતીએ તેનાં સાસરિયાં વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિસનગરના ફતેહ દરવાજા કેડિયા મહાદેવ મંદિર પાસે રબારી વાસમાં રહેતી દીકરીનાં લગ્ન કડી તાલુકાના સરસાવ ગામે રહેતા રબારી દેવાંગભાઈ મફતભાઇ સાથે વર્ષ 2015માં થયા હતા. જેમને સંતાનમાં એક બાળક પણ છે. લગ્ન બાદ બધા અમદાવાદ ખાતે રહેતા હતા. જેમાં યુવતીને તેના સાસરિયાં દ્વારા અવારનવાર મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 

યુવતીનાં સાસરિયાં દ્વારા પંદર લાખ દહેજની માંગણી કરવામાં આવી હતી. જેને લઇ યુવતી દ્વારા ના પાડવામાં આવતાં તેના પતિ દેવાંગભાઈ રબારી મારઝૂડ કરતા. ઉપરાંત કહેતાં કે તું રૂપિયા લઈને આવીશ તો તને ઘરમાં રહેવા દઈશું. આમ યુવતીને સાસુ સસરા અને પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી. યુવતી તેના પુત્ર સાથે જતાં તેના પતિએ પુત્રને પડાવી લીધો હતો. ત્યારબાદ 181 હેલ્પલાઇન પર ફોન કરી પોલીસ બોલાવીને તેના પતિના ઘરે જઈ તેના દીકરાને લાવી દીધો હતો.
 
આમ યુવતી પર સાસરિયાં દ્વારા પંદર લાખ દહેજની માંગણી કરી યુવતીને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતાં યુવતી દ્વારા વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે દહેજ પ્રતિબંધ અધીનિયમ અને આઇપીસી કલમ 498 (A), 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે ફરિયાદ નોંધાઇ

1 - દેવાંગભાઈ મફતભાઈ રબારી (પતિ)

2- મફતલાલ સરતાનભાઈ રબારી (સસરા)

3- ભટીબેન મફતલાલ રબારી (સાસુ)

4- હેમાંગભાઈ મફતલાલ રબારી (દિયર)