કડીઃ બારીના સળિયા તોડી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ઇસમો રફુચક્કર
CHOR-960x640

અટલ સમાચાર, ડેસ્ક


મહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. ગત રવિવારે મહેસાણા શહેરમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગે રાધનપુર રોડ પરની બે સોસાયટીમાં મકાનનાં તાળાં તોડી રૂ. 10 લાખના મુદ્દામાલની ચોરી આચરી ફરાર થયા હતા. ત્યારે ગઇકાલે મંગળવારે કડી શહેરમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં તસ્કરો બારીના સળિયા તોડી ઘરમાંથી ચોરી કરી રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

કડી ખાતે આવેલા કુંડળ પાસેની સહજાનંદ સોસાયટીમાં રહેતા હિમાંશુ પટેલ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી બહાર સુઈ રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે મકાનની પાછળની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં અલગ અલગ રૂમોમાં આવેલી તિજોરીનાં તાળાં તોડી તેમાં રહેલો સર સમાન વિખેરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂપિયા 80 હજાર મળી કુલ રૂપિયા 1 લાખ 94 હજાર 860ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ પરિવારને વહેલી સવારે થતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ પણ દોડી આવી વધુ તપાસ આદરી હતી. ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રકારે મહેસાણા શહેરમાં તસ્કરોએ ચોરી કરી હતી એજ પદ્ધતિ પ્રમાણે કડીમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે