કાર્યક્રમ@મહેસાણા: વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત "જલ સે જય તક "ધરોઈ ડેમથી અંબાજી સુધી સાયકલ યાત્રા યોજાઈ

અટલ સમાચાર, મહેસાણા
જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા એ ૮૨.૭૯ કિલોમીટર ની જલ થી જય સુધી ની યાત્રા સાયકલ ચલાવી પૂર્ણ કરી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા જિલ્લાના મુખ્ય ધરોઈ ડેમથી અંબાજી સુધીની સાયકલ યાત્રા યોજાઈ હતી. જલ સે જય તક એટલે કે ધરોઈ ડેમથી અંબાજી સુધીની યાત્રા અહલાદક બની હતી. 82.49 કિલોમીટરની યાત્રામાં અનેક સ્થળોએ ખળખળતી નદીઓ, ઝરણા, પ્રાકૃતિક સૌંદર્ય ,વન્ય સંપદા તેમજ ડુંગરાઓનો આનંદ માણતા માણતા સાયકલીસ્ટો માં અંબાના ધામ અંબાજી પહોંચ્યા હતા.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
મહેસાણા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીત વાળાએ ૮૨.૭૯ કિલોમીટરની આ યાત્રા સાયકલ ચલાવીને પૂર્ણ કરી હતી. પ્રવાસન વિભાગ ,ઇન્ડિયન સાયકલ એસોશિયેશન, અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાયકલ યાત્રાનું પ્રસ્થાન સંસદ સભ્ય જુગલજી ઠાકોર,પ્રવાસન વિભાગના સચિવ હરીત શુક્લા તેમજ ફિલ્મ અભિનેતા અને નિર્માતા મિલિંદ સોમન દ્વારા કરાયું હતું. ધરોઈ થી અંબાજી સુધી યોજાયેલા યાત્રામાં ૩૦૦ જેટલા સાયકલ સવારો તેમજ આઝાદીકામૃત મહોત્સવ અંતર્ગત વડોદરાથી ૭૫ જેટલા બાઈક ચાલકો પણ જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત થયેલા આયોજનથી જલ થી જય તકની યાત્રા માં ભાગ લેનાર તમામ સાયકલીસ્ટ ,બાઈક ચાલકો માટે હંમેશા યાદગાર બનશે. આ સાથે પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર આલોક પાંડે જણાવ્યું હતું કે" જલથી જય "સુધીની આ યાત્રા પ્રેરણાદાયક છે. જલ થી જય સુધીની યાત્રામાં જોડાયેલા સાઈકલીસ્ટો અને બાઇક ચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.
શું કહ્યું સાયકલિસ્ટે ?
જલ સે જય તક યાત્રામાં જોડાયેલ સાયકલિસ્ટ નવનીત પટેલે જણાવ્યું હતું કે, મેં આ પ્રકારની અનેક યાત્રાઓ સાઇકલ ચલાવી કરી છે પરંતુ ધરોઈ થી અંબાજી સુધીની યાત્રાનો યાત્રા મારા માટે સુખમય બની છે આ પ્રકારના આયોજન માટે હું જિલ્લા વહીવટી તંત્ર ને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું તેમ જણાવ્યું હતું.
કલેક્ટરના માર્ગદર્શનથી જલ સે જય તક યાત્રાનું આયોજન
મહેસાણા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ ના માર્ગદર્શનથી જલ સે જય તક સુધીની સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા સફળ બને તે માટે જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ દ્વારા વિવિધ બેઠકોનું આયોજન કરી રૂટનું આયોજન રૂટમાં પડતી મુશ્કેલીઓ સહિત સાયકલિસ્ટોનાં રીફ્રેશમેન્ટ સહિત આગોતરા આયોજનનું માઇક્રોપ્લાનિંગ કરી યાત્રાને સફળ બનાવી હતી. જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શનથી સમગ્ર યાત્રાનું સફળ આયોજન કરાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, જલથી જય તક સુધીની આ ૮૨.૭૯ કિલોમીટર ની યાત્રા માં ધરોઈ ડેમ, સતલાસણા,ગોઠડા, રંગપુર, મહુડી, માનપુર, બેડા, બોરડીયાલા, રૂપવાસ, ખંધોરા, અમલોઇ, સુલતાનપુર, હડાદ થઈ અંબાજી પહોચી હતી આ પ્રસંગે ધારાસભ્ય અજમલજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ,ઇન્ડિયન સાયકલ. એસોસિએશનના મુકેશ ચૌધરી, ભવ્ય ગાંધી, વિવિધ શહેરોમાંથી આવેલા સાયકલિસ્ટ, બાઈક ચાલકો, અધિકારીઓ પદાધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.